ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ વોરંટ પર પોતાનો નિર્ણય તમામ સભ્ય દેશોને મોકલશે. જોકે ICCનું વોરંટ સભ્ય દેશોને માત્ર એક સલાહ છે, તેઓ તેનું પાલન કરવા માટે બંધાયેલા નથી. આની પાછળનો તર્ક એ છે કે દરેક દેશ પોતાની આંતરિક અને વિદેશ નીતિ નક્કી કરવા માટે સ્વતંત્ર છે. આ કારણોસર, અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની જેમ, ICC પણ તેને સ્વીકારે છે.