Jio Bharat ફોનમાં ઉપયોગમાં લેવાતો માસિક પ્લાન માત્ર રૂ. 123 છે, જે એરટેલ અને વોડાફોન આઇડિયાના પ્લાન કરતાં 40 ટકા સસ્તો છે. આ ફોનમાં તમને 455 થી વધુ લાઇવ ચેનલ્સ, મૂવી પ્રીમિયર અને QR કોડ સ્કેનિંગ જેવી સુવિધાઓ મળશે. ફોનમાં તમને JioPay અને JioChat જેવી એપ્સ પણ પ્રીલોડેડ જોવા મળશે. સ્ટોર સિવાય તમે JioMart અથવા Amazon પરથી ફોન ખરીદી શકો છો.