પ્રાપ્ત માહિતી અનુસાર, અમેરિકામાં દિવાળીની ભવ્ય ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. ઉત્તર અમેરિકામાં વિવિધ સામાજિક સંસ્થાઓ, સાહસિકો અને પ્રબુદ્ધ નાગરિકો દ્વારા વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ તહેવારની ઉજવણીમાં ફન, ફૂડ અને ફેશન શો પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઈવેન્ટમાં દિવાળી કલા પ્રદર્શન, સાંસ્કૃતિક પ્રદર્શન, સાડી ફેશન શો, બાળકોનો સાંસ્કૃતિક ફેશન શો, મહેંદી બૂથ, દિવાળી ડેકોરેશન આઈટમ્સ, ફૂડ સેમ્પલિંગનું આયોજન કરવામાં આવ્યું છે.