યુએસ પ્રોસિક્યુટર્સે ભારતીય ટાયકૂન ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને અન્ય અધિકારીઓ પર સોલાર પાવર સંબંધિત કોન્ટ્રાક્ટ માટે ભારતીય સરકારી અધિકારીઓને $250 મિલિયન લાંચ આપવાનો આરોપ મૂક્યો છે. આરોપો અનુસાર, 2020 અને 2024 ની વચ્ચે મોટા સોલાર પાવર કોન્ટ્રાક્ટ મેળવવા માટે લાંચ આપવામાં આવી હતી, જેનાથી અદાણી ગ્રુપ માટે $2 બિલિયનથી વધુનો નફો થવાની ધારણા હતી. ત્યારે સમગ્ર મામલો થાળે પડ્યો છે.