આ લોટસ પાર્ક અમદાવાદના ગોતા વિસ્તારમાં 25 હજાર ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવી રહ્યો છે. આ નવો પાર્ક આગામી બે વર્ષમાં અમદાવાદનું નવું આકર્ષણ બનશે. પાર્કમાં ગાર્ડન જેવો ફ્લાવર શો પણ થશે. જેમાં લોકોને અનોખા ફૂલોવાળા છોડ કાયમ માટે જોવા મળશે. અમદાવાદમાં એસજી હાઈવે પર ગોતા વિસ્તારમાં 80 રૂપિયાના ખર્ચે લોટસ પાર્ક બનાવવામાં આવશે. આ બગીચો અનોખો હશે, જે કમળના આકારમાં હશે. તેની ખાસિયત એ છે કે અહીં દેશના તમામ રાજ્યોના ખાસ ફૂલો એક જગ્યાએ જોવા મળશે. આ કમળનો બગીચો અનેક વિશેષતાઓથી ભરપૂર હશે.