જીનય કોર્મસમાં ધોરણ 11માં અભ્યાસ કરે છે. તેની શારીરિક વિકલાંગતા 75% છે, જીનયનો જન્મ અમદાવાદમાં થયો હતો, પરંતુ જીનય 2016 થી કુવૈતમાં રહે છે અને કુવૈતની ડીપીએસ સ્કૂલમાં અભ્યાસ કરે છે. જિનયે 10 વર્ષની ઉંમરે ચેસ રમવાની શરૂઆત કરી હતી, એશિયન ચેસ ચેમ્પિયનશિપ પહેલા પણ જિનયે ઘણી મોટી ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને મેડલ જીત્યા હતા.